1 / 11

Introduction of Cost Accounting પડતર હિસાબી પદ્ધતિનો પરિચય

Introduction of Cost Accounting પડતર હિસાબી પદ્ધતિનો પરિચય. By Dr. Rajiben S. Vagh Assi . Professor In Acountancy Govt. Arts and Commerce College Paddhari. પ્રસ્તાવિક.

slai
Download Presentation

Introduction of Cost Accounting પડતર હિસાબી પદ્ધતિનો પરિચય

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. Introduction of Cost Accountingપડતર હિસાબી પદ્ધતિનો પરિચય By Dr.Rajiben S. Vagh Assi. Professor In Acountancy Govt. Arts and Commerce College Paddhari

  2. પ્રસ્તાવિક • આજના આ હરીફાઈના યુગમાં દરેક ધંધાકીય એકમો માટે તેની તમામ પ્રવૃતિઓનું વિશ્લેશન કરવું જરૂરી છે. જેથી લાભદાયક પ્રવૃતિઓ વધારી શકાય અને બિનલભદાયક પ્રવૃતિઓ પર અંકુશ રાખી શકાય. જો સંચાલકો આજના આ વૈશ્વિક પર્યાવરણના યુગમાં વર્ષના અંતેજ નફો કે નુક્સન જાણવા પ્રયાસ કરે તો ધંધાનુ ટૂંકા ગાળામાજ મરણ થાય છે. નાણાકીય હિસાબો દ્વારા ધંધાકીય એકમની નફાકારકતા જાણી શકાય છે પરંતુ જુદા જુદા બેચ, બેચ કે પડતર એકમની વ્યકિગત નફાકારકતા જાણી શકાતી નથી. સંચાલક માટે તેના દરેક પડતર એકમની પડતર જાણવી ખૂબ જરૂરી છે જે નાણાકીય હિસાબો દ્વારા જાણી શકાતી નથી આ અને આવી બીજી કેટલીક મર્યાદાઓને કારનેજ નામપદ્ધતિ ની બે અલગ શાખાઓનો વિકાસ થયો 1) પડતર હિસાબી પદ્ધતિ 2) સંચાલકીય હિસાબીપદ્ધતિ • પડતર હિસાબી પદ્ધતિ સંચાલકને તેમની ચીજવસ્તુ કે સેવાની પડતરને સંબધિત ઝીણામાં ઝીણી માહિતી તુરત જ પૂરી પડે છે. ઉત્પાદક પોતાના ઉત્પાદનની ચોકકસ પડતર જાણી શકવાથી ઉત્પાદનની વેચાણ કિમંત સરળતાથી નક્કી કરી શકે છે તેમજ ઉત્પાદન પડતર પર અંકુશ પણ લાવી શકે છે અને નફાકારકતા અંગે પણ સંચાલકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. તેમજ વસ્તુની પડતર કિમત, વેચાણ કિમંત વગેરે સરળતાથી નક્કી કરી શકાય છે. તેમજ કઈ વસ્તુનું ઉત્પાદન વધારવું કે ઘટાડવું, કઈ વસ્તુનું ઉત્પાદન બંધ કરવું, વસ્તુના છૂટા ભાગો કારખાનામાં બનાવવા કે બજારમાંથી ખરીદવા ? વગેરે અંગેના નિર્ણયો લેવામાં ઉત્પાદકને મદદ પૂરી પાડે છે.

  3. પડતરના હિસાબો: અર્થ, વ્યાખ્યા અને લક્ષણો • પડતર (Cost) – સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઈ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવા ચૂકવવો પડતો ખર્ચ કે કિમંત એટલે પડતર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉંટન્સ ઓફ ઈંગ્લેન્ડની પડતરની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ચોક્કસ વસ્તુ પર કરવામાં આવતા ખર્ચની રકમ એટલે પડતર.” • પડતર પદ્ધતિ (Costing) - સામાન્ય શબ્દોમાં કહીએતો પડતર નક્કી કરવાની ચોક્કસ પદ્ધતિને પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. ICMA લંડનની વ્યાખ્યા અનુસાર “પડતર નક્કી કરવાની પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ ને પડતર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. • પડતર હિસાબી પદ્ધતિ (Cost Accounting) – પડતર હિસાબી પદ્ધતિ એ નામાંપદ્ધતિની એક એવી શાખા છે કે જે પડતરની યોગ્ય નોંધ દ્વારા તેના પર અંકુશ રાખવામા સંચાલકોને મદદરૂપ બને છે. પડતર હિસાબી પદ્ધતિ ઉત્પાદનની પડતરનાં મૂળભૂત તત્વોને ધ્યાનમાં લઈને ઉત્પાદનની કુલ પડતર અને એકમદીઠ પડતર નક્કી કરી આપે છે. પરિણામે સંચાલકો કોઈ પણ નિર્યણ તુરંત લઈ શકે છે. અને પડતરનાં જુદા-જુદા તત્વો માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા પર અંકુશ રાખી શકાય છે.

  4. પડતર હિસાબી પદ્ધતિના ફાયદાઓ અને મહત્વ • ઉત્પાદનની કુલ પડતર અને એકમદીઠ પડતર નક્કી થઈ શકે છે • ઉત્પાદની વેચાણકિમંત નક્કી થઈ શકે છે • પડતરના તત્વો પર અંકુશ રાખી શકાય છે • ઉત્પાદનમાં ઉદ્દભવતા બગાડને જાણીને અટકાવી શકાય છે • ઉત્પાદન અંગેનું ચોક્કસ આયોજન થઈ શકે છે • ઉત્તેજન વેતનપ્રથાનો અમલ • સંચાલકોને નિર્ણયિકરણમાં ઉપયોગી • ટેન્ડર કિમંત સરળતાથી નક્કી કરી શકાય છે • કાર્યક્ષમતા વધારી શકાય છે • આંતર પેઢી તુલના કરી શકાય છે • અંદાજપત્રીય અંકુશ માટે સરળતા • બિનમૂલ્યવૃદ્ધિ ધરાવતી બિનસરકારક પ્રવૃતિ જાની શકાય છે • જાહેર સાહસોને ઉપયોગી • નાણાકીય આયોજન સરળ બને છે • આસામાન્ય સંજોગોમાં સંચાલન

  5. આદર્શ પડતર હિસાબી પદ્ધતિની આવશ્યક શરતો • સરળ • પરિવર્તનશીલ • ચોકસાઇ • ધંધાકીય સ્વરૂપને અનુરૂપ • કારકસરયુક્ત • ઉત્પાદન કરીને અનુરૂપ • પરોક્ષ ખર્ચની ન્યાયી ફાળવણી • પડતર અંકુશ • સહકાર અને સંકલન • ડેટા બઁક • આંતર પેઢી તુલના • સમયે-સમયે માહિતી પૂરી પડે • પ્રમાણ પડતર • કિમંતનીતિમાં માર્ગદર્શન • પડતર હિસાબોની નાણાકીય હિસાબો સાથે મેળવણી • પડતર અધિકારીની ફરજો અને જવાબદારી

  6. પડતરનું વર્ગીકરણ 1) મૂળતત્વો અનુસાર • -માલસામાન • -મજૂરી • -આડકતરા અથવા પરોક્ષ ખર્ચા 2) કાર્યો અનુસાર • -ઉત્પાદનની પડતર • -વહીવટી પડતર • -વેચાણ-વિતરણ પડતર 3) પ્રત્યક અને પરોક્ષ ખર્ચ અનુસાર • -પ્રત્યક ખર્ચા • -પરોક્ષ ખર્ચા

  7. 4) સ્થિર અને ચલિત ખર્ચ અનુસાર • -સ્થિર કે સ્થાયી ખર્ચ • -ચલિત ખર્ચ • -અર્ધચલિત ખર્ચ • 5)અંકુશ – નિયમન અનુસાર • -અંકુશીત પડતર • -બીનઅંકુશીત પડતર • 6) સામાન્ય અને અસામાન્ય અંકુશ પડતર • -સામાન્ય પડતર • -અસમાન્ય પડતર • 7) મૂડી-મહેસૂલી ખર્ચ પડતર • -મૂડીખર્ચ (પડતર) • -મેહસૂલી ખર્ચ (પડતર)

  8. 8) સમય અનુસાર • -અંદાજિત પડતર • -એટહાસિક પડતર • 9) આયોજન અને અંકુશ અનુસાર • -પૂર્વઆયોજિત પડતર • -પ્રમાણ પડતર • 10) સંચાલકીય નિર્યણ અનુસાર • -સીમાંત પડતર • -તફાવત પડતર • -ખિસ્સા-નિર્ગમન પડતર • -અવસારી પડતર • -કાલગ્રસ્ત પડતર • -પુન:સ્થાપના પડતર • -ધારેલી અને લાગુ પડી શકાય તેવી પડતર

  9. કેટલાક પારિભાષિક શબ્દો • પડતર કેન્દ્ર – ધંધાકીય વ્યવસ્થાતંત્રને નાના નાના ભાગોમાં વહેચી આવા નાના ભાગો માટે પડતર નક્કી કરી પડતર અંકુશ મેળવવામાં આવે છે. વ્યવસ્થાતંત્રનો આ નાનો ભાગ કે જેના માટે પડતર નક્કી કરવામાં આવે તેને પડતર કેન્દ્ર કહેવામાં આવે છે. • પડતર એકમ – પડતર એકમ એટલે ઉત્પાદિત વસ્તુ, સેવા કે સમયના જથ્થાનો એકમ કે જેના સંદર્ભ માં પડતર નક્કી કરી શકાય કે અભિવ્યક્તિ કરી શકાય છે. પડતર એકમ એ કુલ પડતરને એકમદીઠ પડતરમા રજૂ કરવાનું એક અલગ માપ છે. પડતર એકમ પડતર અંકુશને અસરકારક અને સરળ બનાવે છે. • પડતર એકમનું વર્ગીકરણ બે રીતે થઈ શકે છે : 1) સાદો પડતર એકમ 2) સંયુક્ત પડતર એકમ

  10. પડતરની હિસાબી પદ્ધતિઓ • 1) એકમ પડતર પદ્ધતિ • 2) કરાર-જોબ-બેચ પડતર પદ્ધતિ • 3) પ્રક્રિયા પડતર પદ્ધતિ • 4) સેવા પડતર પદ્ધતિ • 5) અનેકવિધ પડતર પદ્ધતિ

More Related